🏛️ “જામનગર મહાનગરપાલિકા ક્યારે જાગશે? ૬ મહિના બાદ પણ ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી અધૂરી, પુરાતત્વ વિભાગના આદેશોની પણ અવગણના” 🏛️
જામનગર શહેર વિકાસની દૃષ્ટિએ સતત આગળ વધી રહ્યું છે, પરંતુ શહેરના હૃદયસ્થાને ઉભી થયેલી કેટલીક ગેરકાયદેસર બાંધકામોની સમસ્યા આજે પણ ઉકેલાયેલી નથી. ૬ મહિના પહેલા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા લખિત હુકમો જારી કર્યા હતા. માત્ર એટલું જ નહીં, પણ પુરાતત્વ વિભાગ દ્વારા પણ જામનગર મહાનગરપાલિકા કમિશ્નરને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા…