જામનગર જીજી હોસ્પિટલમાં કરોડોના કૌભાંડનો પર્દાફાશ: આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા લાખો રૂપિયાનું સરકારી નાણાં અંગત ખાતામાં જમા કરાવ્યાનું ઉઘેડાઈ ગયું
જામનગરની જીજી હોસ્પિટલ, જે સમગ્ર સૌરાષ્ટ્ર માટે વિશાળ આરોગ્ય સેવા કેન્દ્ર તરીકે ઓળખાય છે, ત્યાંથી એક ચોંકાવનારી અને આશ્ચર્યજનક કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડ હૉસ્પિટલના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા બે આઉટસોર્સ કર્મચારીઓ — ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરા દ્વારા કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. તેઓએ ત્રણ વર્ષના ગાળામાં રૂ. 17.20 લાખથી વધુની…