“ધૂળખાતી સ્માર્ટ સ્કૂલ: જામનગર મહાનગરપાલિકાની ઊંઘતી શિક્ષણ નીતિનો પર્દાફાશ”
જમાવટથી વધુ જાહેરાત અને યોજના બની ફાઈલોમાં કેદ, વિદ્યાર્થીઓની આશા અધૂરી જામનગરના શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ લાવવાનો દાવો કરતી સ્માર્ટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલની હાલત આજે ચિંતા જન્માવે તેવી છે. શહેરની મહાનગરપાલિકા હસ્તકની બે શાળાઓને રૂ. 4 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ “સ્માર્ટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ”માં પરિવર્તિત કરવાની જાહેરાત આશાસ્પદ હતી, પરંતુ તે ફક્ત જાહેરાત જ રહી…