દાદરમાં ‘કબૂતર શાંતિદૂત બચાવો’ વિશાળ ધર્મસભા આજે — જીવદયાના સંદેશ સાથે સંતો અને સમાજનો એક અનોખો અવાજ
મુંબઈ, મહારાષ્ટ્રની સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે જીવંત ધરતી પર આજે એક અનોખું દ્રશ્ય જોવા મળશે. દાદરના યોગી સભાગૃહમાં “કબૂતર શાંતિદૂત બચાવો – સનાતનીઓં કી પુકાર” નામે એક વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જીવદયાનું સંદેશ પૂરા ભક્તિભાવ સાથે પ્રસરાવવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે. રાજસ્થાની છતીસ કોમ કમિટી – કોલાબા અને અરિહંત ગ્રુપના સંયુક્ત ઉપક્રમે…