ખંભાળિયા પંથકમાંથી ડીઝલ ચોરી કૌભાંડ ઝડપાયું, ૫ શખ્સની લાખો રૂપિયાના મુદામાલ સાથે અટકાયત.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં એક મોટા ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. એસ.ઓ.જી. પોલીસ અને સલાયા મરીન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગોઈંજ અને દાંતા ગામ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના નેટવર્કને ઝડપીને પાંચ શખ્સોની અટકાયત કરી છે. આ સમગ્ર કૌભાંડમાં લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે,…