“દાત્રાણા ગામે કરુણ ઘટના: તળાવમાં ડૂબી જતા બે માસુમ ભાઈ-બહેનના મોત, ગામમાં શોકની લાગણી”
ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામમાં મંગળવારની સાંજ એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જેમાં રમતાં રમતાં તળાવના પાણીમાં ડૂબી જતા બે માસુમ ભાઈ-બહેનના કરુણ મૃત્યુ નિપજ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે, જ્યારે પરિવારજનોમાં અવિરત રડારડ અને આક્રંદનો માહોલ સર્જાયો છે. આ સાથે જ એક અન્ય બાળકી ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું…