મહા શિવરાત્રીના પાવન અવસરે કેદારનાથ યાત્રાની તારીખ જાહેર
૨૨ એપ્રિલે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલશે કેદારનાથ ધામના કપાટ મહા શિવરાત્રીના પવિત્ર પર્વે ઉત્તરાખંડમાં આવેલા શિયાળુ ગાદી સ્થાન ઓમકારેશ્વર મંદિર ખાતે વિશેષ ધાર્મિક વિધિ યોજાઈ હતી. આ વિધિમાં કેદારનાથના રાવલ જગદગુરુ ભીમાશંકર લિંગ ની પવિત્ર ઉપસ્થિતિમાં ભગવાન શિવની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી અને ભક્તો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી કે કેદારનાથ ધામ ના કપાટ આવતી…