જામનગરમાં સિંધી સમાજનો આક્રોશ: અમદાવાદના નયન સંતાણી હત્યા કાંડ સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવનથ ડે સ્કૂલમાં તાજેતરમાં થયેલી ક્રૂર ઘટના સામે સમગ્ર સિંધી સમાજ તેમજ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શાળામાં અભ્યાસ કરતાં ૧૫ વર્ષીય હિંદુ સિંધી કિશોર નયન સંતાણીની વિધર્મી યુવકો દ્વારા નૃશંસ હત્યા કરવામાં આવતા આ મામલો માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના સમાજમાં ચિંતા અને આક્રોશનું કારણ…