ટ્રાફિક દંડમાં કાયદાની સ્પષ્ટતા : પોલીસ રોકડમાં દંડ વસૂલી શકતી નથી, નાગરિકોના અધિકારો અંગે જાગૃતિ જરૂરી
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસે વિશેષ અભિયાન ચલાવ્યું છે. રસ્તા પર હેલ્મેટ વિના વાહન ચલાવવું, સીટબેલ્ટ ન પહેરવી, ટ્રિપલ સવારી કરવી કે મોબાઇલ પર વાત કરતાં વાહન ચલાવવું જેવી ઉલ્લંઘનાઓ સામે દંડ ફટકારવામાં આવે છે. પરંતુ ઘણી વખત નાગરિકો પોતાની અજ્ઞાનતા કે કાયદાની સંપૂર્ણ જાણકારી ન હોવાને…