“પી.એમ.જે.એ.વાય.-મા” યોજનામાં ગેરરીતિ કરનાર હોસ્પિટલો પર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી — જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સસ્પેન્ડ, ડો. પાર્શ્વ વ્હોરા સસ્પેન્ડ, રૂ. ૬ લાખથી વધુનો દંડ, અન્ય જિલ્લાઓની હોસ્પિટલોને પણ ચેતવણી
રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્યસેવા મફતમાં ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સંયુક્ત રીતે ચલાવતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મા (PMJAY-MAA)નો હેતુ લોકો સુધી આરોગ્યની સમાન સુવિધા પહોંચાડવાનો છે. પરંતુ દુર્ભાગ્યવશ, કેટલાક ખાનગી હોસ્પિટલો આ જનકલ્યાણકારી યોજનાને કમાણીનું સાધન બનાવીને ગેરરીતિઓ કરી રહી હતી. આવી ગેરરીતિઓને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ગંભીરતાથી…