રાજકોટમાં 18મી ભવ્ય રથયાત્રાનું આયોજન: ભાવ,ભક્તિ અને સુરક્ષા વચ્ચે જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
રાજકોટ શહેરે આજે પવિત્ર અષાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું 18મું વર્ષ ઊજવ્યું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે વિશાળ શોભાયાત્રા લઈને નગરચર્યાએ નીકળ્યા. નાનામવા સ્થિત કૈલાશધામ આશ્રમથી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જ્યાં ઠેર ઠેર લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભક્તિમાં ઓતપ્રોત વાતાવરણ આ પવિત્ર…