અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી:
અમદાવાદ, સંજીવ રાજપૂત:દેશની આઝાદીનો દિવસ દરેક ભારતીય માટે પવિત્ર અને ગૌરવશાળી છે. સ્વાતંત્ર્ય પર્વે સમગ્ર દેશમાં તિરંગો લહેરાય છે, દેશપ્રેમના નારા ગૂંજે છે અને દેશભક્તિના સૂર દરેક હૃદયમાં પ્રેરણા જગાવે છે. આવો જ એક ઉત્સાહ, ઉમંગ અને પ્રેરણાદાયી માહોલ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે જોવા મળ્યો હતો, જ્યાં પોલીસ મહાનિદેશક (જેલ) ડો. કે. એલ. એન. રાવની…