પ્રકૃતિ સાથે આત્મિયતા એટલે રાસાયણિક ખેતી કે જંતુનાશક દવાના ઉપયોગ વિનાની પ્રાકૃતિક ખેતી
ખેતી પાકોની વૃદ્ધિ માટેના જરૂરી તત્વો ધરાવતી આ ભૂમિ અન્નપૂર્ણા છે, જ્યારે અન્ય તત્વો પર્ણોની પાસે વાતાવરણમાં જ પૂરતા પ્રમાણમાં હાજર હોય છે. આપણા ખેતી પાકો જમીનમાંથી ફક્ત ૧.૫ થી ૨% ખનીજ તત્વો લે છે. બાકીના ૯૮ થી ૯૮.૫ ટકા હવા, સૂર્યપ્રકાશ અને પાણી દ્વારા લે છે. ખેતી પાકનું ૯૮ ટકા શરીર હવા અને પાણીથી…