નકલી ડોક્ટરો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક ચેતવણી, હવે લેભાગુ તત્વો સામે કાયદાનો કડક ચાબુખ.
સુરત: ગુજરાત રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રને લગતા એક અત્યંત ગંભીર અને ચિંતાજનક મુદ્દા પર હવે રાજ્ય સરકાર સખત વલણ અપનાવવા જઈ રહી છે. આયુર્વેદ અને પરંપરાગત સારવારના નામે લોકોના આરોગ્ય સાથે રમતા નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે હવે સરકાર ‘લાલઘૂમ’ બની છે. સુરત શહેરમાં આયુર્વેદિક ડોક્ટરો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા…