લીલા નિશાન સાથે આજના શેરબજારનો પ્રારંભઃ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, ટાટા સ્ટીલ-એલએન્ડટી તેજ, ટ્રેન્ટમાં ઘટાડો
ભારતીય શેરબજારે આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે લીલા નિશાન સાથે શરૂઆત કરી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો, મજબૂત વૈશ્વિક ટ્રેન્ડ અને દેશની આર્થિક વૃદ્ધિ અંગેના આશાવાદી આંકડાઓને કારણે રોકાણકારોમાં વિશ્વાસ જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેક્સ 150 પોઈન્ટનો ઉછાળો નોંધાવીને 81,950ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે એનએસઈ નિફ્ટી 50 પોઈન્ટ વધીને 25,120ની સપાટીએ પહોંચી…