₹24,634 કરોડના ચાર મહત્ત્વાકાંક્ષી રેલ્વે પ્રોજેક્ટ્સને કેન્દ્રીય કેબિનેટની લીલીઝંડી — મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના વિકાસને મળશે નવો ગતિમાર્ગ
નવ દિલ્હી, તા. 07 ઑક્ટોબર : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠકમાં આજે દેશના પરિવહન ક્ષેત્ર માટે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. મંત્રીમંડળે કુલ ₹24,634 કરોડના ખર્ચે ચાર વિશાળ રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે ભારતના ચાર મુખ્ય રાજ્યો — મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢ —ના કુલ 18 જિલ્લાઓને સીધી રીતે…