વોટ ચોરી સામે કોંગ્રેસની તીખી ઝુંબેશઃ જામનગર શહેરના વોર્ડ નં. 12માં સહી અભિયાનને નાગરિકોનો ઊર્જાસભર પ્રતિસાદ, લોકશાહી જાળવવા કોંગ્રેસનું જનજાગૃતિ અભિયાન વેગ પકડ્યું
જામનગર શહેરમાં લોકશાહી અને મતાધિકારની રક્ષા માટે કોંગ્રેસે શરૂ કરેલી “વોટ ચોરી વિરુદ્ધ સહી ઝુંબેશ”ને શહેરના નાગરિકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજાના માર્ગદર્શન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશથી આ ઝુંબેશ હાથ ધરાઈ છે.આ અભિયાનનો મુખ્ય હેતુ મતદારોમાં જાગૃતિ લાવવાનો, વોટ ચોરી જેવી ગેરપ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવાનો…