બાલા હનુમાન મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજની 55મી પૂણ્યતિથિ: હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય સંકીર્તન યાત્રા, કલેક્ટર-એસપીએ ધ્વજારોહણ કર્યું.
જામનગરના છોટી કાશી વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 61 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. આજે અખંડ રામનામ જાપના પ્રણેતા પ્રેમભિક્ષુજી મહારાજની 55મી પૂણ્યતિથિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર વદ-5ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને એસપી પ્રેમસુખ ડેલુએ ધ્વજાની પૂજા કરી મંદિર પરિસરમાં પરિભ્રમણ કર્યું હતું….