શહેરામાં શિક્ષણની ગૌરવ પર ચોટ! એસ.જે. દવે હાઈસ્કૂલમાં શિક્ષિકાને થપ્પડ મારવાની ઘટનાએ ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો – VHP દ્વારા મામલતદારને આવેદન, કડક કાર્યવાહી અને મહાશિવરાત્રી પૂર્વે વિશેષ માંગ
શહેરા | પંચમહાલ શિક્ષણને સંસ્કાર અને શિસ્તનો આધારસ્તંભ માનવામાં આવે છે, પરંતુ શહેરા તાલુકાની શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલમાં બનેલી એક ઘટના એ સમગ્ર શિક્ષણ જગત માટે ચિંતાજનક સંકેત બની છે. શાળાના એક વિદ્યાર્થી દ્વારા શિક્ષિકાને થપ્પડ મારવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવતાં માત્ર શાળા પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર શહેરા પંથકમાં આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે….