સુરક્ષિત ગુજરાત તરફ એક ઐતિહાસિક પગલું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં ૨૦૨ કરોડથી વધુના પોલીસ અને ATS પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત
ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત, આધુનિક અને વિશ્વસ્તરીય બનાવવા દિશામાં એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદ શહેરમાં ગુજરાત પોલીસ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) માટેના વિવિધ મહત્વના વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત સંપન્ન થયું. આ કાર્યક્રમ રાજ્યની આંતરિક સુરક્ષા, દરિયાઈ સુરક્ષા અને પોલીસ કલ્યાણના…