ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પાક વીમા મુદ્દે 15,000 ખેડૂતોને મળશે વળતર
ગુજરાતના ખેડૂતો માટે આનંદ અને રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે છ વર્ષથી ચાલી રહેલી લાંબી કાનૂની લડત બાદ ખેડૂતોના પક્ષમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદો ખાસ કરીને 2017-18 ના ખરીફ સીઝનમાં પાકને થયેલા નુકસાનના વળતર મુદ્દે આવ્યો છે, જેનો સીધો લાભ લગભગ 15,000 ખેડૂતોને મળશે. કેસની પૃષ્ઠભૂમિ 2017-18ના ખરીફ સીઝનમાં અનિશ્ચિત વરસાદ અને…