જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર નેશનલ કોન્ફરન્સમાં પુનઃસર્વેક્ષણ અને જમીન સંપાદનના પડકારો પર ઊંડાણપૂર્વક ચર્ચા — આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ એકીકરણ તરફ નવી દિશા
ગાંધીનગરમાં યોજાયેલી “જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન” વિષયક રાષ્ટ્રીય પરિષદે (National Conference) દેશના જમીન રેકોર્ડ્સ અને જમીન સંપાદન વ્યવસ્થાના સુધારણા માટે માર્ગદર્શક મંચ પૂરું પાડ્યું હતું. આ કોન્ફરન્સમાં આજના દિવસે “પુનઃસર્વેક્ષણના પ્રયાસો અને જમીન સંપાદન — વર્તમાન વાસ્તવિકતાઓ અને આગળનો માર્ગ” વિષય પર વિશેષ પેનલ ડિસ્કશન યોજાયું, જેમાં વિવિધ રાજ્યના અધિકારીઓ, ટેકનિકલ નિષ્ણાતો તથા સર્વે…