ગાંધીચિંધ્યા જીવનનો પ્રખર દીવો બુઝાયો : ડૉ. જી. જી. પરીખનું ૧૦૦ વર્ષની વયે અવસાન, દેહદાનથી સમાજસેવાની અંતિમ ભેટ
ગાંધીવાદ, અહિંસા, ખાદી અને સમાજસેવા – આ ચાર સ્તંભો પર ટકેલું એક પ્રખર વ્યક્તિત્વ, સ્વતંત્રતાસેનાની અને સમાજસેવક ડૉ. ગુણવંતરાય ગણપતલાલ પરીખ (ડૉ. જી. જી. પરીખ) હવે આ ભૌતિક લોકમાંથી વિદાય લઈ ચૂક્યા છે. યોગાનુયોગ એવો કે, મહાત્મા ગાંધીની જન્મજયંતિ – ૨ ઓક્ટોબર, ૨૦૨૫ના દિવસે જ, તેઓએ પોતાની અંતિમ શ્વાસ લીધી. સવારે ૫:૪૫ કલાકે મુંબઈના નાના…