કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં પસાયા ગામે મહાકાળી માતાજી મંદિરે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનો ભવ્ય આયોજાન
જામનગર તાલુકાના પસાયા ગામમાં આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિરે આજરોજ ધાર્મિક અને સામાજિક સમરસતાપૂર્વકના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધ્વજારોહણ, યજ્ઞવિધિ, મહાપ્રસાદ, નવનિર્મિત ભવન (હોલ)નું લોકાર્પણ તથા વૃક્ષારોપણ જેવા અનેક પવિત્ર અને પરોપકારી આયોજનો યોજાઈ, જેમાં ગામના આગેવાનો…