મનરેગા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે મજૂરોનો પ્રતિકાર: ખારચિયા ગામના ગ્રામજનોએ ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ દીધું આવેદનપત્ર
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખારચિયા વાંકું ગામમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો, જ્યારે ગામના મજૂરો અને મહિલાઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ ખુલીને અવાજ ઉઠાવ્યો. મનરેગા (નરેગા) યોજના હેઠળ કાર્યરત કામદારોનો આરોપ છે કે ધારાસભ્ય દ્વારા ભ્રષ્ટાચારના જે આક્ષેપો કરાયા છે, તે ખોટા, ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમના આત્મસન્માન પર પ્રહારો કરે…