ભારત-ઇઝરાયેલ મિત્રતાના નવા અધ્યાયની શરૂઆત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇઝરાયેલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ વચ્ચે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત
ભારત અને ઇઝરાયેલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત બન્યા છે. ટેકનોલોજી, કૃષિ, રક્ષા, વેપાર તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સંબંધો વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે. આ જ મિત્રતાને વધુ સુદૃઢ બનાવવા માટે ઇઝરાયેલના નાણામંત્રી શ્રીયુત બેઝાલેલ સ્મોટ્રિચ પોતાના પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાત આવ્યા હતા. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમણે…