જેતપુરમાં લાયન્સ ક્લબ રોયલના ડિસ્ટ્રીક્ટ ગવર્નર ધીરૂભાઈ રાણપરીયાના પરિવારજનોએ સોમયજ્ઞમાં હવનનો લ્હાવો લઈ ધાર્મિક ભક્તિનો અદભુત સંદેશ આપ્યો
જેતપુર શહેરમાં ચાલી રહેલા ભવ્ય સોમયજ્ઞ મહોત્સવમાં આજે શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ખાસ કરીને આજે એક વિશેષ ક્ષણ એ બની કે લાયન્સ ક્લબ રોયલના ઈન્ટરનેશનલ ક્લબના ડિસ્ટ્રીક્ટ ગવર્નર ધીરૂભાઈ રાણપરીયાના સમગ્ર પરિવારજનોએ એકસાથે ઉપસ્થિત રહી હવન વિધિનો લાભ લીધો હતો. આ પવિત્ર યજ્ઞમાં સ્વેતાબેન દિપકભાઈ રાણપરીયા, રીતુબેન મુન્નાભાઈ…