વ્યાજના વિષચક્રે વેપારી યુવાનને કચડી નાંખ્યો : જેતપુરના કલર કેમિકલ વેપારીએ ચાર વ્યાજખોરો સામે નોંધાવી ફરિયાદ; ૫૨ લાખ સુધી પહોંચેલી ઉછીની, જાનથી મારી નાખવાની ધમકી બાદ પોલીસ શરણું
જેતપુર | ઉંચા વ્યાજની લાલચે જીવલેણ બનતો ધંધો ગુજરાતમાં વ્યાજખોરી આજે પણ એક ગંભીર સામાજિક અને કાનૂની સમસ્યા બની રહી છે. વેપાર-ધંધા માટે મૂડીની જરૂરિયાત પડે ત્યારે અનેક વેપારીઓ બેંક કે કાયદેસર નાણાકીય સંસ્થાઓને બદલે ખાનગી વ્યાજખોરોના શરણામાં જાય છે. શરૂઆતમાં સરળ લાગતું આ માર્ગ પછી ધીમે ધીમે વ્યાજના વિષચક્રમાં ફેરવાઈ જાય છે, જેમાંથી બહાર…