કનકાઈ મંદિર અને ગીરના ભાવિકોના હક્કો માટે આમરણાંત ઉપવાસની ચેતવણી : વન વિભાગને ઉદય મહેતા સહિતના આગેવાનોનું આવેદનપત્ર
વિસાવદર તાલુકાના સુપ્રસિદ્ધ ગીર કનકાઈ મંદિર અને તેની આસપાસના પવિત્ર સ્થળોના દર્શનાર્થીઓ માટે લાંબા સમયથી ચાલી આવતી અનેક અસુવિધાઓ અને પ્રતિબંધોને લઈને આજે એક ગંભીર ચેતવણી આપવામાં આવી છે. વિસાવદરના જાણીતા સામાજિક આગેવાન શ્રી ઉદય કિશોરભાઈ મહેતા, શ્રી અરવિંદભાઈ કરશનભાઈ ગોંડલીયા, શ્રી હરિભાઈ જાની તેમજ કનકાઈ મંદિરના પૂજારીશ્રીની આગેવાનીમાં નાયબ વન સંરક્ષક, ગીર પશ્ચિમ વન…