રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કમોસમી વરસાદનો ત્રાટકો : કુદરતના કાળા કોપે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું, સહાય માટે ઉઠી અરજીઓ
રાજકોટ જિલ્લામાં આવેલ ઉપલેટા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ચહેરા પરથી હાસ્ય છીનવી લીધું છે. કુદરતના આ કાળા કોપે જમીન સાથે જીવતરા જોડેલા ખેડૂતોને આર્થિક રીતે ખોખલા બનાવી દીધા છે. ઘણા ગામોમાં પાક ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને મગફળીના પાક પર…