મુખ્યમંત્રીએ આવવાનું હોય ત્યારે એક દિવસમાં રોડ તૈયાર, છતાં રાધનપુરના નાગરિકો માટે વિકાસ હજુ પણ અધૂરો: “આ દેખાવના વિકાસ સામે અવાજ ઊંચો થશે!” – જયાબેન ઠાકોર
રાધનપુર, પાટણ રાજ્યના પાટણ જિલ્લામાં આવેલી રાધનપુર નગરપાલિકાના નાગરિકોએ ફરી એકવાર વિકાસના નામે માત્ર પ્રસંગોપાત કામો સામે કડક અવાજ ઉઠાવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી આવતીકાલે સાંતલપુર તાલુકાની મુલાકાતે આવવાના છે, ત્યારે એકદમ તાત્કાલિક રીતે હેલિપેડ સુધીનો બે કિલોમીટરના રોડ તૈયાર કરવામાં આવ્યો હોવાની સામે, રાધનપુર શહેરમાં વર્ષ 2022થી લખાણરૂપ અને મૌખિક રજૂઆતો છતાં રોડના કામો હજુ પણ…