જેતપુરના વેકરીયા પરિવારનું પ્રેરણાદાયી પગલું: પ્રી-વેડિંગને બદલે ગૌશાળામાં દાન અને સમાજસેવાનું અનોખું ઉદાહરણ.
આજના સમયમાં જ્યારે લગ્નના પ્રસંગોમાં વૈભવ અને દેખાડાની હોડ વધી રહી છે, ત્યારે જેતપુર શહેરના વેકરીયા પરિવારે એક અનોખું અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે. દેવંગી ગ્રુપના ઉદ્યોગપતિ ચીમનભાઈ રામજીભાઈ વેકરીયા અને તેમની પત્ની ચંદ્રિકાબેનના સુપુત્ર કેયુરના લગ્નમાં પ્રી-વેડિંગના ખર્ચને બદલે ગૌશાળામાં ગૌમાતા માટે ચારાનું દાન કરવામાં આવ્યું છે. વધુમાં, વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવી તેમના આશીર્વાદ…