“આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ” – નાઘેડી ગામે ૧૦મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી, ૨૮૯ લોકોએ લીધો નિઃશુલ્ક આરોગ્યલાભ
આયુર્વેદ દિવસની મહત્તા દર વર્ષે ૨૫ સપ્ટેમ્બરનાં દિવસે સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર ઔષધિ પ્રણાલીનો દિવસ નથી, પરંતુ ભારતની સમૃદ્ધ પરંપરા, જીવનપદ્ધતિ અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધનારા આયુર્વેદના વૈશ્વિક મૂલ્યોને ફરીથી ઉજાગર કરવાનો અવસર છે. આ વર્ષે દસમી વર્ષગાંઠ વિશેષ બની કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલું થીમ…