જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કારખાનેદારનું જીવન અંધકારમય – ઝેરી દવા પી ગોડાઉનમાં બંધ રાખવામાં આવ્યા, કાર ઝુંટવી – પાંચ શખ્સો સામે ગુનો દાખલ, શહેરમાં ચકચાર
જામનગર શહેરમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે માત્ર વ્યાજખોરીની ભયાનક વાસ્તવિકતા જ નથી ખોલી નાખી, પરંતુ કાયદા અને સમાજ બંનેને આઘાતમાં મૂકી દીધા છે. રણજીતસાગર રોડ પર ગોકુલદર્શન શેરી નં. ૩માં રહેતા કારખાનેદાર વાલજી સ્વજીભાઈ મારાણા (ઉંમર ૪૩ વર્ષ) વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ગયા હતા. સતત ત્રાસ, પઠાણી ઉઘરાણી, ધમકીઓ અને માનસિક યાતનાથી કંટાળી…