સુરત: સુરત માં AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવતા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું

સુરત: સુરત માં AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવતા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું: સુરત માં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર દ્વારા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર કામ કરતા વ્યક્તિને તમાચો મારી દેવાની ઘટનાને લઈને રાજકારણ
ગરમાયું છે. વિપુલ સુહાગિયા નામના કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટના કર્મચારી સાથે કરેલા વર્તન બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ તેમની વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરી લોકઅપમાં પુરી દેવાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

જેમાં વિપક્ષના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પોલીસ 50થી 60 જેટલા નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.
આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.
કોર્પોરેટર વિપુલ સુહાગિયાને ઝડપથી છોડી દેવાની ભગવાન તેમને સદબુદ્ધિ આપે તે માટે રામધુન કરવામાં આવી હતી.
એકત્રિત થયેલા તમામ નેતાઓએ વિપુલ સુહાગિયાને છોડે નહીં ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો નક્કી કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વિપુલ સુહાગિયા દ્વારા હોસ્પિટલની અંદર દર્દીઓના કામ ઝડપથી થાય તેવું કરાવવાનું કામ કરાયું હતું.
જેને કારણે કોન્ટ્રાક્ટ પરના વ્યક્તિ અને કોર્પોરેટર સાથે ચકમક થઈ હતી. જ્યારે એ વ્યક્તિ કોન્ટ્રાક્ટનો માણસ છે અને તેની નોકરી ન હતી, તો તે ત્યાં શું કરી રહ્યો હતો?તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
આજે અમે અહીં વરાછા પોલીસ સ્ટેશનની બહાર જ્યાં સુધી અમારા કોર્પોરેટરને છોડશે નહીં ત્યાં સુધી અહીંથી ન જવા માટેનો નિર્ણય લીધો હતો.
પરંતુ પોલીસની ભારતીય જનતા પાર્ટીના હિસાબેઅહીં જોવા મળી રહી છે.વરાછા પોલીસ સ્ટેશનની બહાર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાતા વાતાવરણ થઈ ગયું હતું.
પોતાના કોર્પોરેટરને છોડાવવા આવેલા નેતાઓ અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ હતી.
READ MORE:-   ગાંધીધામ માં ગુરૂકુળ વિસ્તારના પરિવાર ૧૩ વર્ષ ની બાળકી પરના બળાત્કાર ની ઘટના કચ્છ પોલીસની આબરૂ લાગી દાવ પર
પોલીસે આખરે તમામ વિરોધ પ્રદર્શન કરવા આવેલા વિરોધ પક્ષના નેતા સહિત મહિલા કોર્પોરેટર અને અન્ય કોર્પોરેટર તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી.

ક્રાઇમ: ગાંધીધામ માં ગુરૂકુળ વિસ્તારના પરિવાર ૧૩ વર્ષ ની બાળકી પરના બળાત્કાર ની ઘટના કચ્છ પોલીસની આબરૂ લાગી દાવ પર

ક્રાઇમ: ગાંધીધામ માં ગુરૂકુળ વિસ્તારના પરિવાર ૧૩ વર્ષ ની બાળકી પરના બળાત્કાર ની ઘટના કચ્છ પોલીસની આબરૂ લાગી દાવ પર: ગાંધીધામ માં દાદી સાથે ઘરકામ કરવા જતી ૧૩ વર્ષની આ દિકરી સાથે ની ઘટના સરકાર માટે પણ એક ચેલેન્જ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

“મહિલા બાળ કલ્યાણ ની વાતો કરનાર નેતાઓ અને સંસ્થાઓ સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતા માટે લાલબત્તી સમાન ઘટના પ્રકાશમાં આવી”
શહેરમાં ૧૩ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી ગાંધીધામ  એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ૧૦૦ મીટર અંતરે ફેંકી દેવાઈ
એક તરફ પોલીસ પ્રજાના રક્ષક તરીકે જાણીતી છે તો બીજી તરફ કચ્છ ના ગાધીધામ એ.ડિવિઝન પોલીસે નિષ્ક્રિયતા ની નિશાની
આપી હોય તેમ લાંબો સમય વિત્યો છતાં તપાસનો સિલસિલો ચાલુ હોય તેમ આજની તારીખે આરોપી ૧ પકડાયો છે અને ૩
ઝડપાયા નથી ઘટના ગત તારીખ ૨૦/૦૯/૨૦૨૩ ના રોજ ભોગ બનનારે જણાવી છે શહેરમાં આવેલ નવી સુંદરપુરી વિસ્તારમાં
પોતાના પરિવાર સાથે રહેતી ૧૩ વર્ષની બાળકી પર બળાત્કારની બહાર આવેલી ઘટનાએ ચકચાર જગાવી છે.
તારીખ – ૨૦/૦૯/૨૦૨૩ ના રોજ ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં ઘર કામ કરવા જતા દાદી સાથે ગયેલી બાળકી ગુમ થઇ જતા
પરીવારમાં ચીતા વ્યાપી હતી.બાળકીની શોધખોળ માટે પરિવારે સગા-સબંધીઓમાં પણ તપાસ કરતા કોઈ માહિતી ના મળતા
પરિવારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મધ્યે ગુમ નોંધ નોંધાવી હતી.
બીજા દિવસે પરિવારના સભ્યો ગુરુકુળ વિસ્તારમાં બાળકીને શોધવા જતા એ- ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા
શંકરજીના મંદિર પાછળ બાળકી બેભાન હાલતમાં મળી આવેલ હતી આ જોતા સારવાર માટે ગાંધીધામની રામબાગ
હોસ્પિટલમાં દાખલ કરી ને પ્રથમ સારવાર કરી જ્યાં તેની વધુ તબિયત બગડતા ભુજની જી. કે. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
સમગ્ર બનાવ અંગે પૂર્વ કચ્છ પોલીસ  દ્રારા મળતી માહિતી અનુસાર એફ એસ એલમાં ભોગ બનનાર અને આરોપીના રિપોર્ટ
તપાસ માટે એફ.એસ.એલ મોકલવામાં આવ્યા છે.
ફરિયાદ પોલીસ સ્વીકારે છે?
તો ન્યાય ભોગ બનનાર મહિલાને ક્યારે ?
મળશે!!!?
એ એક વિકાસ લક્ષી સરકારના નેતાઓ માટે ખાસ કરી મહિલા ચિંતક મહિલા સુરક્ષા ની વાતો કરનાર મહિલા સંગઠન મહિલા
અને બાળકલ્યાણ અંતર્ગત સસ્તી પ્રસિદ્ધિ મેળવતા નેતા નેતી ઓ અને મહિલા સંગઠનો એનજીઓ માટે લાલબત્તી સમાન
કચ્છના ગાધીધામ પોલીસની હદમાં દુષ્કર્મ ની ઘટના નો ભોગ બનનાર મહિલા પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા
છતાં પોલીસ તંત્ર રિપોર્ટ તેમજ પ્રાથમિક કાગળો કરી રહી છે આરોપીઓ ને જમીન ખાઈ ગઈ કે આસમાન ગળચી ગયો!!!
READ MORE:-  પાંડેસરામાં ગેસ ગળતર થતાં દોડધામ, 6 લોકોને ગુંગળામણ; 1ની હાલત ગંભીર
તે ખબર પડતી નથી જ્યારે બુદ્ધિજીવી અને પોલીસ તંત્રના ઘણા બધા ફિલ્મી ડાયલોગ એવા પણ છે જે પોલીસ ધારે તો ચંપલ
ચોરીની ઘટના પણ તત્કાલ ઉકેલી શકે છે તો કચ્છ ગાધીધામ પોલીસ કેમ? નહીં!!!