બજાર ભાવ: એમસીએક્સ પર ક્રૂડ તેલનો વાયદો રૂ.110 લપસ્યો

બજાર ભાવ: એમસીએક્સ પર ક્રૂડ તેલનો વાયદો રૂ.110 લપસ્યો: સોનાનો વાયદો રૂ.109 અને ચાંદીનો વાયદો રૂ.89 નરમ
બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.26,403 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 55793.75 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.34 કરોડનાં કામકાજ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.24,132.54 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં
રૂ.7,403.70 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16,721.97 કરોડનાં કામકાજ થયાં હતાં. કીમતી ધાતુઓમાં સોનું ડિસેમ્બર
વાયદો રૂ.109ના ભાવઘટાડા સાથે રૂ.59,964 બોલાઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ.89 ઘટી
રૂ.71,806ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો રૂ.110ના ભાવઘટાડા સાથે રૂ.7,255 થયો હતો,
જ્યારે કોટન-ખાંડી નવેમ્બર વાયદો રૂ.100 સુધરી રૂ.58,480 બોલાઈ રહ્યો હતો.
બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 9,94,227 સોદાઓમાં કુલ રૂ.82,231.11 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.26,403.32 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.
55793.75 કરોડનો હતો.
બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર
2,52,012 સોદાઓમાં રૂ.18,048.86 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું
ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,259
અને નીચામાં રૂ.59,480ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.855 વધી રૂ.60,073ના ભાવે પહોંચ્યો હતો. આ
સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.556 વધી રૂ.48,077 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1
ગ્રામદીઠ રૂ.40 વધી રૂ.5,929ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.758 વધી
રૂ.59,680ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,100ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.72,745 અને નીચામાં રૂ.71,240ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.328 વધી
રૂ.71,895ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.368 વધી રૂ.71,962 અને ચાંદી-માઈક્રો
નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.346 વધી રૂ.71,987 બંધ થયો હતો.

READ MORE:-  તાતા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલોપમેન્ટ(TCSRD), મીઠાપુર દ્વારા પોરબંદર, રાણાવાવ અને મીઠાપુરની આસપાસ રહેતા વિકલાંગતા ધરાવતા નાગરિકો માટે છ મહિનાની પેરા સ્પોર્ટ્સ ટ્રેનીંગનું આયોજન

બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 15,752
સોદાઓમાં રૂ.2,172.21 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.701ના ભાવે ખૂલી, રૂ.1.35 વધી
રૂ.700.45 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.202.85 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ
રૂ.0.50 વધી રૂ.187ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.220ના ભાવ થયા હતા. મિની
વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.204.75 સીસુ-મિની ઓક્ટોબર
કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.186.60 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.0.75 વધી રૂ.219.75 બંધ થયો હતો.

 

બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 1,30,690
સોદાઓમાં રૂ.6,166.05 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ
રૂ.7,326ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,500 અને નીચામાં રૂ.7,255ના મથાળે અથડાઈ, બંને
સત્રનાં અંતે રૂ.173 વધી રૂ.7,365 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.167 વધી રૂ.7,357

બંધ થયો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.258ના ભાવે ખૂલી, રૂ..50 વધી રૂ.256.30
અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 0.6 વધી 256.7 બંધ થયો હતો.

બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.16.20
કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,500ના ભાવે ખૂલી,
દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,500 અને નીચામાં રૂ.58,280ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.500 ઘટી
રૂ.58,380ના સ્તરે પહોંચ્યો હતો.

જામનગર: જેએમસીના ઢોરવાડામાં 9 મહિના દરમિયાન 900થી વધુ પશુઓના મોત

મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.30 ઘટી રૂ.889.90 બોલાયો હતો.
બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના
વિવિધ વાયદાઓમાં રૂ.7,362.45 કરોડનાં 12,303.605 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.10,686.41
કરોડનાં 1,479.229 ટનના વેપાર થયા હતા.

 

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં
રૂ.2,187.03 કરોડનાં 29,94,090 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.3,979.02
કરોડનાં 15,11,10,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.

બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.175.11 કરોડનાં 8,612 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.50.69
કરોડનાં 2,714 ટન તાંબાના વાયદાઓમાં રૂ.1,546.64 કરોડનાં 21,968 ટન અને જસત તથા જસત-મિની
વાયદાઓમાં રૂ.399.77 કરોડનાં 18,156 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં
રૂ.5.36 કરોડનાં 912 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.10.84 કરોડનાં 120.24 ટનનાં કામકાજ થયાં હતાં.

સુરત: સુરતમાં જન્મના માત્ર ચાર દિવસમાં બ્રેઈન ડેડ થયેલા બાળકનું અંગદાન, 6 બાળકોને નવજીવન મળ્યું

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર બુધવારે બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,945.355 કિલો
અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,026.966 ટન, તાંબાના વાયદાઓમાં 28,877.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 25,595 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,268 ટન તથા જસત અને જસત-મિનીમાં
27,376 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 4,21,720 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,06,40,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
6,192 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 631.08 ટનના સ્તરે રહ્યો હતો.

 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં એમસીએક્સ પર બુલડેક્સ
વાયદામાં રૂ.34.04 કરોડનાં 431 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 427 લોટના
સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 15,675 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,898 અને નીચામાં 15,675
બોલાઈ, 223 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 156 પોઈન્ટ વધી 15,808 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ક્રાઇમ: ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે અરેરાટી જગાવનારો કિસ્સો

ઓપ્શન્સની વાત કરીએ તો, બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કોમોડિટી વાયદા પરના
ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 55793.75 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 7989.15 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 2213.2
કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 28967.94
કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 16558.51 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે
ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 1541.64 કરોડનું થયું હતું.

બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો
ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.210ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.322.20 અને નીચામાં રૂ.208.20ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.69.20 વધી
રૂ.271.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.260 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
એમએમબીટીયૂદીઠ રૂ.6.20 ખૂલી, ઉપરમાં રૂ.9.25 અને નીચામાં રૂ.5.15 રહી, અંતે રૂ.0.65 ઘટી રૂ.5.45 થયો
હતો.

સ્પોર્ટ્સ: તાતા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલોપમેન્ટ(TCSRD), મીઠાપુર દ્વારા પોરબંદર, રાણાવાવ અને મીઠાપુરની આસપાસ રહેતા વિકલાંગતા ધરાવતા નાગરિકો માટે છ મહિનાની પેરા સ્પોર્ટ્સ ટ્રેનીંગનું આયોજન

સ્પોર્ટ્સ: તાતા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલોપમેન્ટ(TCSRD), મીઠાપુર દ્વારા પોરબંદર, રાણાવાવ અને મીઠાપુરની આસપાસ રહેતા વિકલાંગતા ધરાવતા નાગરિકો માટે છ મહિનાની પેરા સ્પોર્ટ્સ ટ્રેનીંગનું આયોજન: શું તમે વિકલાંગ વ્યક્તિ છો અને રમતગમતને પસંદ કરે છે? શું તમે તમારી જાતને પડકારવા અને તમારા રમતગમતનાં સપનાં હાંસલ કરવા માંગો છો? જો હા, તો પેરા સ્પોર્ટ્સ માટે અમારા છ મહિનાના તાલીમ કાર્યક્રમમાં જોડાઓ!

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

પેરા સ્પોર્ટ્સ શારીરિક અને બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા લોકો દ્વારા રમાતી રમતો છે. કેટલીક પેરા સ્પોર્ટ્સ હાલની સક્ષમ શારીરિક રમતોમાંથી અનુકૂલિત શારીરિક પ્રવૃત્તિઓના સ્વરૂપો છે, જ્યારે અન્ય ખાસ કરીને વિકલાંગ વ્યક્તિઓ માટે બનાવવામાં આવી છે.
અમારો તાલીમ કાર્યક્રમ તમને વિવિધ પેરા સ્પોર્ટ્સ, જેમ કે *ગોળા ફેંક (shotput), ચક્ર ફેંક (DISCUSS Throw) અને ભાલા ફેંક (Javelin Throw)* શીખવા માટેની તાલીમ આપશે અને  તમારી ક્ષમતા શોધવામાં અને તમારી કુશળતા વિકસાવવામાં મદદ કરશે.
તમને લાયકાત ધરાવતા અને અનુભવી પ્રશિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવશે જે તમને વર્ગીકરણ પ્રક્રિયા, નિયમો અને દરેક રમતની તકનીકો અને વ્યૂહરચનાઓ દ્વારા માર્ગદર્શન આપશે. તમને સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય પેરા એથ્લેટ્સ સાથે સ્પર્ધા કરવાની તક પણ મળશે.
અમારો તાલીમ કાર્યક્રમ વય, લિંગ અથવા અનુભવના સ્તરને ધ્યાનમાં લીધા વિના, પેરા સ્પોર્ટ્સમાં રુચિ ધરાવતા કોઈપણ વિકલાંગ વ્યક્તિ માટે આવકાર્ય છે. તમારે ફક્ત રમતગમત માટેના જુસ્સા અને શીખવાની ઇચ્છાની જરૂર છે.
જો તમે પેરા સ્પોર્ટ્સ માટે અમારા છ મહિનાના તાલીમ કાર્યક્રમમાં જોડાવા માંગતા હો, તો કૃપા કરીને *ચિરાગ સોલંકી 9274909880 (સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન)* પર સંપર્ક કરો અથવા નોંધણી કરવા માટે નીચે આપેલ ગુગલ લીંક https://forms.gle/1zMFRDL4ffnLJWRj6 પર જઈ નોંધણી કરો. ઉતાવળ કરો, કારણ કે નોંધણીની અંતિમ તારીખ ૩૦ ઓક્ટોબર, 2023 છે.
READ MORE:-  સુરતમાં જન્મના માત્ર ચાર દિવસમાં બ્રેઈન ડેડ થયેલા બાળકનું અંગદાન, 6 બાળકોને નવજીવન મળ્યું
પેરા સ્પોર્ટ્સ ચળવળનો ભાગ બનવાની આ તક ગુમાવશો નહીં, જેનો હેતુ રમતગમતની શ્રેષ્ઠતા હાંસલ કરવાનો છે અને અપંગતાની ધારણાઓને બદલવાનો છે. પેરા સ્પોર્ટ્સ તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે અને અન્યને પ્રેરણા આપી શકે છે. તો રાહ શેની જુઓ છો? પેરા સ્પોર્ટ્સ માટેના અમારા છ મહિનાના તાલીમ કાર્યક્રમમાં આજે જ જોડાઓ!

સુરત: સુરતમાં જન્મના માત્ર ચાર દિવસમાં બ્રેઈન ડેડ થયેલા બાળકનું અંગદાન, 6 બાળકોને નવજીવન મળ્યું

સુરત: સુરતમાં જન્મના માત્ર ચાર દિવસમાં બ્રેઈન ડેડ થયેલા બાળકનું અંગદાન, 6 બાળકોને નવજીવન મળ્યુંસુરત શહેરમાં બ્રેઈનડેડ જાહેર થતા બાળકના કિડની, બરોળ, આંખ, લીવરનું પરિવારે દાન કરીને સમાજને નવો રાહ ચિંધ્યો છે.
(Organ donation)બાળકના જન્મથી મૃત્યુ વચ્ચેના 111 કલાકમાં તેણે 6 લોકોને નવજીવન આપ્યું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

બાળક જન્મ્યાં બાદ રડ્યું ન હતું કે કોઈ હલનચલન કર્યું ન હતું. ચાઇલ્ડ હોસ્પિટલમાં ICUમાં સારવાર અપાઈ હતી. જો કે, ડોક્ટરે બાળકને બ્રેઇન ડેડ જાહેર કરતાં પરિવારે બાળકના અંગોનું દાન કરવા સહમતી આપી હતી.
વિશ્વમાં પણ જન્મના કલાકોમાં અંગદાન કરનાર બીજું જ બાળક છે.અંગદાનમાં પવિત્ર નવરાત્રી દરમ્યાન શક્તિનું અનેક અનોખું જ સ્વરૂપ જોવા મળ્યું છે.
જન્મથી રડી કે હલનચલન કરી ન શકેલા બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય દાદી અને માતાએ લઈને સમાજને ઉદાહરણ પુરુ પાડ્યું છે. હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ કલરવ હોસ્પિટલમાં થયો હતો.
જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું. તપાસ કરતાં તરત તેમણે વિશેષ સારવાર લેવાનું જણાતાં ડૉ. અતુલ શેલડીયાની કેર ચીલ્ડ્રન હોસ્પીટલમાં દાખલ કર્યું હતું.
અહી બાળકને વેન્ટીલેટર ઉપર રાખી સાજા થવાની કાગડોળે રાહ જોવાતી હતી સાથે જ અનેક પ્રકારની તપાસ કરવામાં આવી હતી. બાળકની તપાસ કરતા બાળકને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યું હતું.
બાળકના આ સમાચારથી પરિવાર ભારે હ્યદયથી ઈશ્વર ઈચ્છા સ્વિકારીને માત્ર ચાર જ દિવસના બાળકના અંગોનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.
અંગદાનની સંમતિ મળ્યા બાદ પ્રથમ સોટો ના ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કર્યો હતો. બાળકના વિવિધ ટેસ્ટ કરાવ્યા હતા અને અંગદાન માટે બાળકને પી.પી.સવાણી હોસ્પીટલમાં ખસેડ્યું હતું.
IKDRCની મદદથી બાળકની બે કીડની, બે આંખ,બરોળ અને લીવરનું દાન લેવામાં આવ્યું હતું. બાળકના તમામ અંગ પણ નાના બાળકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે.
READ MORE:-  ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે અરેરાટી જગાવનારો કિસ્સો
બંને કિડની અને બરોળ IKDRC અમદાવાદ, લીવર દિલ્હી ILDS હોસ્પિટલ, અને આંખ લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક, સુરતને અપાયું હતું.

ક્રાઇમ: ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે અરેરાટી જગાવનારો કિસ્સો

ક્રાઇમ: ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે અરેરાટી જગાવનારો કિસ્સો: સગા મોટા-ભાઈ બહેને ૧૫ વર્ષની નાની બહેનને અંધશ્રદ્ધા માં પતાવી નાખ્યા નો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર..

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

ખેત મજૂરી કામે એક વાડીમાં રહેતા દાહોદના વતની બે મોટા ભાઈ બહેનોએ નાની બહેન પર છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી દીધી.
 જામનગર તા ૧૮, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં એક વાડી માં રહી ને ખેત મજૂરી કામ કરતા દાહોદ ના વતની શ્રમિક પરિવારના બે મોટા ભાઈ બહેનોએ નાની બહેનને અંધશ્રદ્ધામાં છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી નાખ્યાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર જાગી છે.
સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથક સુધી પહોંચ્યા પછી ધ્રોલ પોલીસે મૃતદેહ નો કબજો સંભાળ્યો છે. જ્યારે તેની હત્યા નીપજાવનાર તેના મોટા ભાઈ બહેન સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. અને મોટાભાઈની અટકાયત કરી લીધી છે,
જ્યારે આરોપી બહેન સગીર વયની હોવાથી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.
 આ બનાવની છે કે મૂળ દાહોદના વતની અને હાલ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા ખેડૂત બીપીનભાઈ ગોપાલભાઈ બારૈયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાકેશ છગનભાઈ તડવી તેની બહેન સવિતાબેન છગનભાઈ તડવી જે બંનેએ પોતાની જ સગી નાની બહેન શારદાબેન ઉમર વર્ષ (૧૫) ને પોતાની ઓરડીમાં માતાજીના પાઠ રાખ્યા હતા, અને ઓરડી માં નિર્વસ્ત્ર કરી સુવડાવી દઈ મોટા ભાઈ બહેનોએ લાકડી અને છરી ના ઘા મારીને હત્યા નીપજાવી હતી,
અને ત્યારબાદ બંને ભાઈ બહેન ધુણવા લાગ્યા હતા. સમગ્ર બનાવ ગઈકાલે સવારે બન્યો હતો, ત્યારબાદ ૨૪ કલાક સુધી હત્યા કરાયેલો મૃતદેહ ઓરડીમાં મૂકી રાખ્યો હતો, અને બંને ભાઈ બહેન ઘરમાં ધૂણતા રહયા હતા. વાડી માલિકને સમગ્ર મામલાની જાણ થતાં તેમણે તરત જ ધ્રોલ પોલીસને જાણ કરી હતી.
જેથી ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.જી. પનારા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને હત્યારા બંને ભાઈ બહેનોને અટકાયતમાં લઈ લીધા પછી શારદાબેનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યુ છે, જ્યારે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી લાકડી અને છરી સહિતના હથીયાર કબ્જે કરી લેવાયા છે.
 મોટો ભાઈ રાકેશ છગનભાઈ અને સવિતા છગનભાઈ બંને સામે ધ્રોલ પોલીસે આઈપીસી કલમ ૩૦૨,૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વાડી માલિક બીપીનભાઈ ગોપાલભાઈ બારૈયા ને ફરિયાદી બનાવ્યા છે.
READ MORE:-  જેએમસીના ઢોરવાડામાં 9 મહિના દરમિયાન 900થી વધુ પશુઓના મોત
 પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન અંધશ્રદ્ધાના કારણે મોટા ભાઈ બહેનોએ પોતાની સગી નાની બહેનને વિધિના બહાને હત્યા કરી નાખી હતી. પોતે એવી શંકા વ્યક્ત કરી હતી, કે પોતાની નાની બહેન કે જે મોટા ભાઈ બહેન ને પતાવી નાખી છે,
તેવા ડરના કારણે બંનેએ નાની બહેનનું કાઢી નાખ્યા પછી માતાજીને પ્રસન્ન કરવા માટે ધૂણતા  હતા. દરમિયાન પોલીસ દ્વારા આરોપી રાકેશ પુખ્ત વયનો હોવાથી  છે, જ્યારે તેની નાની બહેન સગીરવયની હોવાથી તેનીને બાળ સંરક્ષણ ગ્રહમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 આરોપીઓના માતા-પિતા દાહોદમાં રહેતા હોવાથી તેઓને પણ હજામચરા ગામે બોલાવી લેવાયા છે. આ બનાવને લઈને હજામજોરા ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.

જામનગર: જેએમસીના ઢોરવાડામાં 9 મહિના દરમિયાન 900થી વધુ પશુઓના મોત

જામનગર: જેએમસીના ઢોરવાડામાં 9 મહિના દરમિયાન 900થી વધુ પશુઓના મોત: પશુઓને પૂરતો આહાર મળતો ન હોવાનો વિપક્ષી નેતા સહિતના સભ્યોએ કર્યો ચોંકાવનારો આરોપ…

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

જામનગર મહાપાલિકા સંચાલિત રણજીતસાગરના ઢોરવાડામાં ગઇકાલે એક વાછરડું મૃત હાલતમાં મળી આવ્યું હતું, ઢોરના ડબ્બામાં પશુઓની સાચવણી કરવામાં આવતી નથી, તેમને પૂરતો ખોરાક પણ આપવામાં આવતો નથી, એવો આક્ષેપ વિપક્ષી
નેતા ધવલ નંદા અને કોંગ્રેસી સભ્યોએ કર્યો છે, ગઇકાલે બપોરે રણજીતસાગર ઢોરવાડાની ઓચિંતી મુલાકાત લઇને જાણકારી મેળવી હતી, ત્યારે જ ઢોરના ડબ્બામાં એક વાછરડું મૃત હાલતમાં મળી આવ્યું હતું, જાન્યુઆરથી સપ્ટેમ્બર સુધીમાં નવ મહિનામાં 986 પશુઓના મોત થયા છે.
વિપક્ષી સભ્યોએ ગઇકાલે ઢોરવાડાની મુલાકાત લઇને ગઇકાલે જણાવ્યું હતું કે, આ ઢોરવાડામાં સરેરાશ દરરોજ ત્રણ પશુઓના મોત થાય છે, મુંગા પશુઓને પૂરતો ખોરાક મળતો નથી, પશુઓ પણ સુરક્ષિત નથી, જાન્યુઆરીમાં 191, ફેબ્રુઆરીમાં 147, માર્ચમાં 86, એપ્રિલમાં 47, મે માં 97, જુનમાં 103, જુલાઇમાં 194, ઓગષ્ટમાં 100, સપ્ટેમ્બરમાં 16, ઓકટોબરની તા. 17 સુધીમાં 3 પશુઓના મોત થયા છે.
READ MORE:-  ખંભાળિયાના વાડીનારમાંથી મૉબાઈલ ચોરી અંતર્ગત બે શખસોની અટકાયત
ઢોરવાડામાં સફાઇનો અભાવ હોવાનું ખુલ્યું છે, એટલું જ નહીં ઢોર ડબ્બામાં વધુ ઢોરને રાખવામાં આવતા હોવાથી તેમજ પીવાના પાણીની વ્યવસ્થા સારી ન હોવાનું પણ વિપક્ષી સભ્યોએ જણાવ્યું હતું, ગઇકાલે ચેકીંગમાં વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટર રચના નંદાણીયા, જૈનબ ખફી, આનંદ ગોહિલ, પાર્થ પટેલ, સાજીદ બ્લોચ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

ક્રાઇમ: ખંભાળિયાના વાડીનારમાંથી મૉબાઈલ ચોરી અંતર્ગત બે શખસોની અટકાયત

ક્રાઇમ: ખંભાળિયાના વાડીનારમાંથી મૉબાઈલ ચોરી અંતર્ગત બે શખસોની અટકાયત:ક્રાઈમ બ્રાન્ચે 56 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત…

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

ખંભાળિયા જામનગર હાઈવે પર વાડીનાર નજીક ભરાણા ગામે એક રૂમમાં રહેતા પર પ્રાંતિય આસામીઓ દ્વારા રાખવામાં આવેલા મોબાઈલ ફોન રૂમનું તાળું તોડીને કોઈ તસ્કરો લઈ ગયા હોવાની ફરિયાદના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા
એલસીબી વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં
રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે જી.જે. 10 એ.એફ. 8860 નંબરના પલ્સર મોટરસાયકલ પર બેસીને  આવેલા બે શખ્સોને પોલીસે અટકાવ્યા હતા.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા હમીદ ઉર્ફે અમુડો હારૂન સંઘાર (ઉ.વ. 26) અને કે.પી.ટી. સર્કલ પાસે રહેતા ઈરફાન ઉર્ફે ગટુડો ઈબ્રાહીમ સુંભણીયા (ઉ.વ. 20) નામના આ બંને શખ્સોની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આ બંને શખ્સોએ મોબાઈલ ફોનની ચોરીની કબૂલાત આપી હતી.
આથી પોલીસે રૂપિયા 36,000 ની કિંમતના 9 નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 20,000 ની કિંમતનું મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 56,000 નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે આ બંને શખ્સોનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી. ગળચર સાથે સ્ટાફના સુનિલભાઈ કાંબલીયા, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, ભરતભાઈ ચાવડા, જેસલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, સહદેવસિંહ જાડેજા, સચિનભાઈ, નરસિંહભાઈ, વિશ્વદિપસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.