કલ્યાણપુરમાં ક્રિકેટ સટ્ટાનો ભાંડો ફૂટ્યો — જામ દેવળીયા ગામનો જીમ ટ્રેનર ઓનલાઈન જુગાર રમતા ઝડપા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા જ એક બનાવમાં કલ્યાણપુર તાલુકાના જામ દેવળીયા ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી ક્રિકેટ સટ્ટો રમતા એક યુવાનને ઝડપી પાડ્યો છે. આરોપી જીમ ટ્રેનર તરીકે કામ કરતો હોવા છતાં ઓનલાઈન આઈપીએલ મેચ પર સટ્ટો રમતો હોવાનું બહાર આવ્યું…