સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ ફલો સ્કોડની તાબડતોબ કાર્યવાહી — માંડવી પોલીસના પ્રોહિબીશન ગુનામાં વોન્ટેડ બે આરોપી ઝડપાયા.
ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતત સજાગ અને સક્રિય છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજ્યભરમાં પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. આવી જ એક મહત્વપૂર્ણ કામગીરીમાં સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફલો સ્કોડની સંયુક્ત ટીમે માંડવી પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા…