દિવાળીના તહેવારોમાં જામનગર પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા — SOG, BDDS અને ડોગ સ્કવોડ દ્વારા શહેરભરમાં સઘન ચેકિંગ અભિયાન
જામનગર, તા. ૧૭ —દિવાળીના પાવન તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ખાસ કરીને જામનગર શહેરમાં પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. પોલીસ તંત્રના અગ્રસેનાની દેખરેખ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ (BDDS) અને નાર્કોટિક્સ ડોગ…