દ્વારકા શિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય કાસ્ટલ ક્લીન-અપ ડે: ૨૦૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્ર, પર્યાવરણ માટે શ્રેષ્ઠ પ્રયાસ
દ્વારકા, તા. 20 સપ્ટેમ્બર: દ્વારકા શિવરાજપુર બીચ પર “ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન-અપ ડે” નિમિત્તે એક વિશાળ બીચ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન GEMI (ગ્લોબલ એન્વાયર્નમેન્ટ મોનિટરિંગ ઇન્સ્ટિટ્યૂટ), ગુજરાત પ્રદ્યુષણ નિયંત્રણ બોર્ડ (GPCB), TCSRD અને વન વિભાગના સહયોગથી યોજાયું. અભિયાનનો મુખ્ય હેતુ દરિયાકિનારા પર ગંદકીની સમસ્યાને દૂર કરવું અને સમુદ્રી પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃતિ…