રાધનપુરનાં ખાડાઓ બન્યાં “મૌતનાં ગાડાં”: લારી પડતાં ગરીબ વેપારીને નુકસાન – પાલિકા સામે લોકોનો ઉગ્ર રોષ
શહેરના રસ્તાઓની બિસ્માર હાલત છતાં તંત્ર હજુ પણ ગભરાયેલું નથી અને જેના પરિણામે અવારનવાર થતા અકસ્માતો જનતામાં ભય અને રોષના મેઘમંડળ ઘેરાવે છે. આજના તાજા બનાવે ફરી એકવાર રાધનપુર નગરપાલિકાની બેદરકારીને ઉઘાડી પાડી છે, જ્યાં અશોક શોપિંગ સેન્ટર નજીક એક ખાડામાં લારી પડતાં એક ગરીબ વેપારીને ભારે નુકસાન ભોગવવું પડ્યું. દૈનિક રોજગાર માટે નીકળેલા લારીચાલકનું…