મકરસંક્રાંતિ પૂર્વે જામનગર ટ્રાફિક પોલીસની માનવિય પહેલ: અંબર ચોકડી પાસે ટુ-વ્હીલર વાહનોમાં પતંગ દોરાથી બચાવ માટે સેફ્ટી વાયર ફિટિંગ અભિયાન
જામનગર શહેરમાં આવનારી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખી ટ્રાફિક સલામતી અને નાગરિકોની જાનમાલની સુરક્ષા માટે જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ અને માનવિય પહેલ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરી (માઝા/ચાઈનીઝ દોરા સહિત)ના કારણે બાઈક ચાલકો અને રાહદારીઓને ગંભીર ઇજાઓ થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. આવા અકસ્માતોને અટકાવવા માટે જામનગર…