તારાણા પાસે LCBનો દરોડો: કારમાંથી 245 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે ₹7.02 લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગર જિલ્લામાં દારૂબંધી કાયદાના કડક અમલ હેઠળ એલસીબી દ્વારા ફરી એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોડીયા તાલુકાના તારાણા ગામ પાસે હાઈવે રોડ પર એચ.પી. પેટ્રોલપંપ નજીક દરોડો પાડીને કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે એક આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી જામનગર એલસીબી દ્વારા પોલીસ મહાનિરીક્ષક…