13 વર્ષ બાદ દોષિત આસારામ સુરતના આશ્રમમાં પરત, પરોલ દરમિયાન અનુયાયીઓની ભારે ભીડે ચકચાર જગાવી
દુષ્કર્મના ગંભીર ગુનામાં દોષિત ઠેરવાયેલા સ્વઘોષિત ધર્મગુરૂ આસારામ 13 વર્ષના લાંબા સમયગાળા બાદ સુરત સ્થિત પોતાના આશ્રમમાં પહોંચ્યા હોવાના સમાચાર સામે આવતા જ શહેર સહિત રાજ્યભરમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને તાજેતરમાં પરોલ મળતા તેઓ સુરત આવ્યા હતા, જ્યાં તેમને મળવા માટે તેમના અનુયાયીઓની લાંબી કતારો જોવા મળી હતી. આ…