ભાણવડમાં કરોડોની ગ્રાન્ટથી જર્જરિત માર્ગોનું નવીનીકરણ શરૂ – દેવાયત બાપાની પ્રતિમાથી નગરપાલિકા સુધીના માર્ગના કામથી વાહનચાલકોને મળશે મોટી રાહત.
ભાણવડ શહેરમાં લાંબા સમયથી જર્જરિત અને બિસ્માર બનેલા મુખ્ય માર્ગોના પ્રશ્ને હવે ઉકેલ તરફ પગલું ભરાયું છે. શહેરના મહત્વપૂર્ણ અને સૌથી વધુ વાહનવ્યવહાર ધરાવતા માર્ગોના નવીનીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થતાં વિકાસકાર્યોનો પ્રારંભ થઈ ગયો છે. ખાસ કરીને વેરાડ ગેટ બહાર આવેલી દેવાયત બાપાની પ્રતિમાથી લઈને ભાણવડ નગરપાલિકા કચેરી સુધીનો માર્ગ…