મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતીય બજાર પર: સેન્સેક્સ ૬૧૧ પોઈન્ટ તૂટી ગયો, નિફ્ટી ૧૮૬ પોઈન્ટ ઘટ્યો; રોકાણકારોની સંપત્તિમાં ૨૩.૪૪ લાખ કરોડનો ઘટાડો.
વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને ખાસ કરીને મધ્ય પૂર્વ વિસ્તારમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે ભારતના શેરબજાર પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શેરબજારમાં ઘટાડાનો દોર ચાલુ રહ્યો છે. રોકાણકારોમાં વધતી ચિંતા અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. તાજેતરના ટ્રેડિંગ સત્ર દરમિયાન બોમ્બે…