મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શહેરા આગમનને લઈ તંત્ર સક્રિય: નગરપાલિકા ટાઉનહોલમાં વહીવટી તંત્ર અને ભાજપ સંગઠનની મહત્વપૂર્ણ બેઠક, વિકાસ કાર્યોના લોકાર્પણની તૈયારીઓ તેજ.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવનારી ૧૫મી માર્ચે યોજાનાર ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને તંત્ર અને રાજકીય સંગઠન બંને તરફથી તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે શહેરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરક્ષા…