સુરતમાં ફરી સામૂહિક આપઘાતનો કરૂણ બનાવ વેસુની હેપી એલિગન્સમાં પતિ-પત્ની અને દીકરીનાં મોત, બીજી દીકરીનો બચાવ – ઉઘરાણીના ત્રાસની શંકા.
સુરત શહેરમાં વધતા જતા સામૂહિક આપઘાતના બનાવોને લઈ ચિંતા વ્યક્ત થઈ રહી છે ત્યારે વેસુ વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હેપી એલિગન્સ બિલ્ડિંગમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિ, પત્ની અને એક નાની દીકરીનું દુઃખદ મોત થયું છે, જ્યારે બીજી દીકરીનો સદનસીબે બચાવ…