લાખો રૂપિયાના ખર્ચ છતાં રાધનપુર સ્વદેશી મેળામાં ગેરવ્યવસ્થા: ત્રીજા દિવસે ૯૫% સ્ટોલ ખાલી, નગરપાલિકાના આયોજન પર ઉઠ્યા ગંભીર સવાલો.
પાટણ / રાધનપુર:પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો ગેરવ્યવસ્થાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. મોટા ઉત્સાહ સાથે શરૂ કરાયેલા આ મેળામાં ત્રીજા દિવસે પણ મોટા ભાગના સ્ટોલ ખાલી જોવા મળતા સ્થાનિક વેપારીઓ, નાગરિકો અને મુલાકાતીઓમાં ભારે નિરાશા ફેલાઈ છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને યોજાયેલા આ મેળાના આયોજનમાં અનેક ખામીઓ સામે આવી છે….