શેરબજારમાં ભારે કડાકો: સેન્સેક્સ ૧૦૧૭ પોઇન્ટ તૂટીને ૭૮,૯૯૮ પર બંધ, નિફ્ટી ૨૯૬ પોઇન્ટ નીચે; ખાનગી બેંકિંગ શેરોમાં વેચવાલીથી રોકાણકારોમાં ગભરાટ.
ભારતીય શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ વચ્ચે અંતે મોટો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં નબળા સંકેતો, અમેરિકન અર્થવ્યવસ્થા અંગેની ચિંતાઓ અને સ્થાનિક સ્તરે બેંકિંગ તથા ફાઈનાન્સિયલ સેક્ટરમાં થયેલી ભારે વેચવાલીના કારણે બજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ ૧૦૧૭ પોઇન્ટના ભારે ઘટાડા સાથે ૭૮,૯૯૮ અંકે બંધ થયો, જ્યારે નિફ્ટી ૨૯૬.૮૦ પોઇન્ટ તૂટીને ૨૪,૪૬૯.૧૦ અંકે…